Book review “બંધન અને મુક્તિ” : Manubhai Pancholi, Darshak

Book review “Bandhan ane Mukti, by Manubhai Pancholi, Darshak

પુછતા તો પુછાઇ ગયું કે શ્રી દર્શક ના પુસ્તક ‘બંધન અને મુક્તિ’ નું રીવ્યુ આપું કે નહી અને આપું તો  ગુજરાતી માં આપું કે English માં. ઘણા મિત્રો એ એમની કિંમતી સલાહ આપી એના માટે આભાર. પણ હવે વિચારું છું કે એમના જેટલા મોટા લેખક ની બુક નું રીવ્યુ આપવા માટે હું ખરેખર સક્ષમ છું ? જવાબ દેખીતો હતો અને  ના હતો . પણ એ અદભુત નવલકથા ના અજોડ પાત્રો સાથે તમે પણ વાતો કરી શકો એ હેતુ થી ભક્તિભાવે કશું લખવાની ઈચ્છા જરૂર થઇ.

મારું એવું માનવું છે કે કોઈ મૂવી કે બુક નું રીવ્યુ આપતી વખતે લેખકે  ધ્યાન માં રાખવાની બાબત એ  હોય છે કે વાચકો એ બુક વાંચવા કે મૂવી જોવા પ્રેરિત થાય અને એનું કોઈ પણ એવું પાસું કે જે એ બુક વાંચતી  વખતે કે મૂવી જોતી વખતે એમને આનંદના નો થ્રિલ અનુભવ કરાવવાનું હોય એ છતું ના થઇ જાય. એ વાત મેં અહી જાળવી રાખવા પ્રયત્ન કર્યો છે.

બંધન અને મુક્તિ નવલકથા નો સમય છે ૧૮૫૭ ના વિપલ્વ નો.અંગ્રેજો અને બીજા યુરોપિયન દેશો ના જે લોકો ભારત માં વ્યાપાર માટે આવ્યા હતા તે એમના સામર્થ્ય અને બુદ્ધિ, કે પછી આપણી બુદ્ધિ હીનતા અને કાયરતા ને કારણે થોડાક વર્ષો ના ગાળા માં જ ભારત ના મોટા ભાગના પ્રદેશો પર સીધી કે આડકતરી રીતે રાજ કરી રહ્યા હતા. આ એ સમય હતો કે જ્યારે નોકરો માલિક બની બેઠા હતા અને માલિક ની હાલત ઘણા ખરા પ્રદેશ માં કઠપુતલી જેવી જ હતી.

એવા જ એક રાજ્ય નરસિંગપૂર (અત્યાર ના બૂંદેલખંડ નો એક ભાગ) ના  નમાલા રાજા શ્રી વર્ધન , એની તેજ ના તણખા જેવી રાણી દેવકી અને બાપ થી વિરુદ્ધ શોર્ય થી ભરપૂર વ્યક્તિત્વ ધરાવતા પુત્ર રાજ શેખર ની વાર્તા આ નવલકથા માં છે.નવલકથા માં ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ નવી ઊંચાઈ ને અડી છે જે ઉડી ને આંખે વળગે એવી છે.

વાર્તા નો મુખ્ય નાયક રાજ શેખર જ છે, પણ એને ઝાંખો પાડે એવું એક વાસ્તવિક પાત્ર પણ છે. એ છે રણ પંડિત,આજાનબાહુ  ને શેખર માટે પિતાતુલ્ય  તાત્યા  સાહેબ ટોપે . શેખર નો એકમાત્ર પ્રેમ, પાણી જેટલી સરળ ને ફુલથીય વધારે મૃદુ સુભગા જે સમય આવે રણચંડી પણ બની શકે છે.અને આ બધા ના ગુરુ વાસુદેવ નું તો પૂછવું જ શું ? તે સમય ના અનેક યોદ્ધા, નેતા ને આમ જન અરે ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ ને તાત્યા ટોપે પણ એમની પાસે સલાહ લેવા આવતા.

સામેના પક્ષે, અંગ્રેજી હકુમત માં પોતાના જુઠઠા પણા ને જ સાચું માનતો અને બીજા ઓ ને પણ મનાવવા પ્રયત્ન કરતો ચપળ ને કપટી કર્નલ જોનસન. શરીર અને મગજ બંને થી પશુ જેવો કેપ્ટન મુરહેડ. અભિમાની રિચાર્ડસન જેવા લોકો છે. તો જનરલ ડેનિયલ જેવા પ્રભુ ઈસુ ના સંદેશ ને પોતાના જીવન નું બલિદાન આપીને  પણ અક્ષરસહ પાળે એવા સંત પણ હતા. એક તરફી પણ કશીય આશા વગરનો મીરાં જેવો પ્રેમ કરનાર જનરલ ની દીકરી એમિલી છે.

બુક કે મૂવી નું કામ ફક્ત મનોરંજન નું જ નથી. ઘણા બધા લોકો એ પાત્રો અને કથા  થી પ્રભાવીત થતાં હોય છે. એટલે એમાં કૈંક શીખવા મળે એ પણ એટલું જ જરૂરી છે. બંધન અને મુક્તિ મા આપણે ગુલામ કેમ બન્યા, વિપ્લવ કેમ નિષ્ફળ ગયો એના  કારમા, હૃદય સ્પ્રર્શી અને શીખ  લેવા જેવા  ઘણા કારણો બતાવ્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે  ભારત ગુલામ બન્યું ને બસો બસો વર્ષો સુધી ગુલામ રહ્યું  એમાં આપણી અંદર અંદર ના ઝઘડાઓ અને ટેકનિકલ પછાત પણાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે.

ભારત ના ઘણા રાજ્યો એવા હતા કે અંગ્રેજો આવ્યા પેહેલા બદતર હતા ત્યાંના રાજા થી કંટાળીને પ્રજા એ જ અંગ્રેજો નું રાજ્ય સ્વીકારી લીધું હતું. અંગ્રેજો એ ઘણા સુધારા કર્યા. પણ એ સુધારા એક પ્રકારનો ભ્રમ હતો જે  ૧૦૦ વર્ષ ગયા પછી આપણે જાણી શક્યા ને ત્યારે આખો દેશ એક સાથે હાકલ કરી ઉઠ્યો.

યુદ્ધ સામાન્ય માણસ માટે કદી સારું નથી હોતું એનો ઉદ્દેશ્ય ભલે ગમે તેટલો ઊંચો હોય. અંગ્રેજો એ  જે કર્યું એ કર્યું પણ આપણે પશુ ન હતા. પણ કાનપુર મા અંગ્રેજો ની સ્ત્રીઓ ને બાળકોની જે નિર્મમ હત્યા થઇ એ જ યુદ્ધ નું નગ્ન સત્ય છે.

આ યુદ્ધ નું વરવું દૃશ્ય,કાન ફાડી નાખતી નિર્મમ ચીસો, લોહી માંસ ની ગંધ, તૂટેલી ભાંગેલી ખોપરીઓ, અડધા કપાયેલા હાથ પગ,માનવતા ને નેવે મૂકીને પાશવી બની જતા સૈનિકો ને આ બધા મા વગર વાંકે પીડાતી ને સબડતી બંને તરફની નિર્દોષ સ્ત્રીઓ ને બાળકો બધું જ ચીવટપૂર્વક બતાવવા નો પ્રયત્ન થયો છે.

વિરલ કહી શકાય એવી ફિલોસોફી, પાત્રો ના એકબીજા સાથે ના ઉકળતા લોહી જેવા તેમછતાં એકબીજાનો  આદર જાળવી રાખતા સંવાદ ને વારે વારે આવતા ટવીસ્ટ આ નવલકથા નું જમાં પાસુ છે.

જો કોઈ ડિરેક્ટર આ નવલકથા  પરથી મૂવી બનાવે તો ૧૦૦% એ સુપર ડુપર હિટ સાબિત થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *