Song review : પૂછતી નહીં કેટલો પાગલ : પ્રેમ ના વરસાદ માં ભીંજાયેલી દરેક વ્યક્તિ એ સાંભળવા જેવું ગીત

પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ,
આભ માં જોને કેટલા વાદળ, એટલો પાગલ.

ગુજરાતી ભાષા ના મૂર્ધન્ય કવી શ્રી સુરેશ દલાલે આ ગીત લખ્યું છે જેના ઘણા બધા વર્ઝન યુ ટ્યુબ પર છે. એમાંથી મને રૂપકુમાર રાઠોડે ગાયેલું વર્ઝન સૌથી વધારે ગમ્યું છે.

પ્રેમ શાશ્વત છે જે હજારો વર્ષ પહેલાં હતો આજે છે અને હજારો વર્ષ પછી પણ રહેશે. દુનિયાની કોઈ પણ ભાષા બોલતી વ્યક્તિ તમારી ભાષા સમજે કે ના સમજે એ પ્રેમ ની ભાષા જરૂર સમજે છે. પ્રેમ એ વૈશ્વિક ભાષા છે.આપણે જે વ્યક્તિ ને  પ્રેમ કરીએ છીએ એને એહસાસ કરાવવા કશું પણ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ. એના નામ નું રટણ કરવું, એને યાદ કરી ઝુરવું, એની ખુશી માં ખુશ ને દુઃખ માં દુઃખી થવું એ આપણા  સ્વભાવ માં જ આવી જતું હોય છે. એના માટે પાગલ થઈને ફરવું એ સન્માન જેવું લાગતું હોય છે.

ઇંગ્લિશ અને ફ્રેન્ચ જેવી મોડર્ન ભાષા ઓ માં પ્રેમ ઉપર વૈશ્વિક ખ્યાતિ ધરાવતી અઢળક વાર્તાઓ, નવલકથાઓ ને ગીતો બન્યા છે તો એનો મહિમા ભારતીય ભાષાઓ એ પણ કંઇ ઓછો ગાયો નથી.

રામ ના પ્રેમ માં અખંડ સતિત્વ જાળવતા સીતાજી એ પ્રેમ નો મહિમા ગાયો છે. અને સીતાજી ના એ દિવ્ય પ્રેમ ને પણ ઝાંખો પાડે એવો ઉત્કૃષ્ટ પ્રેમ ઉર્મિલા(લક્ષ્મણ ના પત્ની ) એ કર્યો છે જેમણે લક્ષ્મણ જી ના સ્વરૂપ સમા દીવા ની સામે બેસીને ૧૪ વર્ષ ગાળી દીધા હતા. ઊર્મિલા નો તપ અને ત્યાગરૂપી પ્રેમ  સીતાજી કરતાં કોઈ રીતે નીચે ઉતરતો નથી.મીરા અને રાધા ના કોઈપણ આશા વગરના  પ્રેમે બંને ને કૃષ્ણ ના જીવન અને મન માં અલગ જ સ્થાન અપાવ્યું છે અને એટલે સુધી કે  કૃષ્ણ ને ઓધાજી દ્વારા પ્રેમ ભર્યો ઠપકો પણ એ આપી શકે છે.

કવિકુલ શ્રેષ્ઠ કાલી દાસે તો પોતાના  પ્રેમ વિરહ માં ઝૂરતા પાત્ર યક્ષ નો સંદેશો વાદળ દ્વારા આપ્યો છે. પ્રેમાનંદ ના નળ દમયંતી નો પ્રેમ હોય, કાલિદાસ ના દુષ્યંત શકુંતલા કે પછી પૃથ્વીરાજ ને સયુંકતા હોય આપણી ભાષાઓ એ મન મૂકીને પ્રેમ નો મહિમા ગાયો છે.

આ બધા ઉદાહરણ માં ઘણું મોડર્ન કહી શકાય એવું આ ગીત છે જેમાં પ્રેમી પોતાની પ્રેમિકા ને  કેટલો પ્રેમ કરે છે એનો એહસાસ કરાવવા પ્રયત્ન કરે છે. રૂપ કુમાર રાઠોડ નો સારંગી જેવો અવાજ તાજગી થી ભરપૂર સંગીત ને અદભુત શબ્દો. પ્રથમ અંતરા પહેલા  રોમાંચક વાંસળી અને બીજા અંતરા પહેલા માદક સેક્સોફોન ગીત ને ખૂબ જ મોહક બનાવી દે છે.વચ્ચે ની કડી ઓ ના શબ્દો અને એ શબ્દો પાછળ નો  મર્મ રોમાંચ ની પરિસીમા   ને ઓળંગી દે છે.

જળ ને તારું નામ દઈ ઢંઢોળી લેતો
ખોવાઈ ગયેલા નામ ને મારા ઘોળી લેતો.

પાણી માં કોઈ  વસ્તુ ઓગળી ને એક થઈ જાય એમ પ્રેમ માં બે વ્યક્તિ  એક થઇ જતા હોય છે. બંને ના નામ પાણી માં ઘોળાઈ ગયા છે જ્યા મારી અને તારી વચ્ચે કોઈ જગ્યા નથી. હું તું છું  ને તું હું છે એમ જ લાગ્યા કરે છે.

દરેક વ્યકતિ એ જીવન માં ક્યાંક તો પ્રેમ કર્યો જ  હોય છે. એ દરેક વ્યક્તિ એ આ ગીત સાંભળવા જેવું છે.ગીત  સાંભળતા તમને  મઝા તો આવશે જ પણ સાથે આપણી  ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે એ પણ ખ્યાલ આવશે.

એક બીજી સુંદર કડી સાથે આર્ટિકલ નો અંત કરું છું.
આપણા પ્રેમ ની સુખ ની દુઃખ ની વાત કરું છું શબ્દો આગળ.
એટલો પાગલ.

2 thoughts on “Song review : પૂછતી નહીં કેટલો પાગલ : પ્રેમ ના વરસાદ માં ભીંજાયેલી દરેક વ્યક્તિ એ સાંભળવા જેવું ગીત

  1. I think aa poem ma prem su che eni akhi vyakya lakhi che… N tmaru content b superb chee… Shabdo thi apne prem ne smjavi skie pn aa real life ma enu palan krvu etlu saral b ni.. Jetli saralta thi n khubsurat rite prem ne lakhyu che….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *